4 નવેમ્બરે કારતક સુદ 11ના રોજ વિક્રમ સંવત 2079ની પ્રથમ પ્રબોધીની એકાદશી મનાવાશે. આ દિવસને હરિપ્રબોધિની એકાદશી, દેવઊઠી એકાદશી પણ કહેવાય છે. દેવપોઢી અગિયારસના દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા જતા રહે છે અને ચાર માસ બાદ તેઓ દેવઊઠી અગિયારસે યોગનિદ્રામાંથી જાગે છે, જેના પગલે આ દિવસથી લગ્ન સહિત તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ સાથે જ 10 જુલાઈથી શરૂ થયેલા ચાતુર્માસ પણ પૂર્ણ થતા જૈનાચાર્યો, સંતોના વિહાર શરૂ થશે.
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થશે અને સમાજમાં લગ્નસરાનો પ્રારંભ થશે. વિક્રમ સંવત 2079માં લગ્ન કરવા ઈચ્છુક પરિવારોને કુલ 61 મુહૂર્ત મળશે. આ મહિને લગ્ન સિઝન શરૂ થયા બાદ 16 ડિસેમ્બર સુધી રહેશે ત્યારબાદ એક મહિનો ધનારક (કમુરતાં) તરીકે ગણાશે, જેમાં માંગલિક કાર્યો નિષેધ રહેશે. અગિયારસે જૂનાગઢની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. પદ્મપુરાણ અનુસાર, દેવઊઠી અગિયારસે મહત્વપૂર્ણ મનાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય એવી માન્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.