આજે છે કારતક સુદ પૂનમ એટલે દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે આ દિવસે દાનવરાજનો અંત થઈને દેવોની જીત થઈ હતી.ત્યારે આ દિવસે કેવી રીતે કરવુ પૂજન અર્ચન અને ઉપાસના માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.
દેવ દિવાળી હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જેમ દિવાળી પાંચ દિવસોની છે, તેમે દેવ દિવાળી પણ અગીયારસથી શરૂ થઇને પૂનમ સુધી, એમ પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે તેમ, આ દેવોની દિવાળી ગણવામાં આવે છે,
માટે માણસો, કોઇ વિશેષ ઉજવણી કરતાં નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે તથા, તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરિકે ઉજવવામાં આવે છે.આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.