મોટા રાજકીય સમાચાર-ઝઘડીયા વિધાનસભા બેઠક પરથી છોટુ વસાવા ચૂંટણી નહિ લડે,સૂત્ર

BTP ના સુપ્રીમો છોટુ વસાવા વિધાનસભા ચૂંટણી નહિ લડે,નાદુરસ્ત તબિયતના કારણે લેવાયો નિર્ણય, પુત્ર મહેશ વસાવા ઝઘડિયાથી ઉમેદવારી કરશે,સૂત્ર

ભરૂચ જિલ્લાના રાજકારણના સૌથી મોટા સમાચાર આજે સૂત્રો તરફ થી જાણવા મળ્યા છે,જેમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય અને BTP સુપ્રીમો છોટુ ભાઈ વસાવા આ વખત ની ચૂંટણી નહિ લડે તેવી વાતો સૂત્ર તરફથી વહેતી થઇ છે,સતત ઝઘડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાય ને આવતા છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે,

છોટુ ભાઈ વસાવા ની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે,જોકે ઝઘડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે તેઓના પુત્ર અને ડેડીયાપાડા બેઠક ના ધારાસભ્ય મહેશ વસાવા ઉમેદવારી કરી શકે છે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે,તેમજ ડેડીયાપાડા બેઠક ઉપર થી BTP બહાદુર વસાવા ને ટીકીટ આપી ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવે તેવી અટકળો એ વેગ પકડ્યું છે, હાલ તો સમગ્ર મામલે છોટુ વસાવા તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથીઃજોકે સૂત્રો નું માનવામાં આવે તો છોટુ વસાવા આગામી ચૂંટણી નહિ લડી પાર્ટીના કાર્ય ઉપર વધુ ફોક્સ કરશે તેમ પણ જાણવા મળી રહ્યું છે,

છોટુ વસાવા ના એકા એક ચૂંટણી ન લડવાના નિર્ણયના કારણે ઝઘડિયા વિધાનસભા બેઠક નું રાજકીય માહોલ પણ ગરમાયો છે,જોકે પુત્ર મહેશ વસાવા પણ રનિંગ ધારાસભ્ય હોય અને ઝઘડિયા મત વિસ્તાર તેઓનું હોમ ટાઉન હોય તેવામાં હવે મહેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી ઝંપલાવી પોતાની રાજકીય કારકિર્દી આગળ વધારશે તેમ ચર્ચાઈ રહ્યું છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.