મારી માતૃભૂમિએ મને ખૂબ સ્વીકાર્યો છે અને મને ખૂબ પ્રેમ આપ્યો છે, તેથી હું મારી માતૃભૂમિ માટે કંઈક કરવા માટે લડી રહ્યો છું.
News Detail
જીગ્નેશ કવિરાજે ઉત્તર ગુજરાતની બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. કવિરાજ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. ત્યારે આ મામલે મીડિયા સમક્ષ તેમણે કહ્યું હતું કે, હું ભાજપ કે કોંગ્રેસ તરીકે નહીં પણ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ. સ્થાનિક નેતાઓ વર્ષોથી કહેતા હતા કે તમારે ચૂંટણી લડવી જોઈએ પરંતુ તે સમય યોગ્ય ન હતો. હવે સમય આવી ગયો છે એટલે મેં આ નિર્ણય લીધો છે. જિજ્ઞેશ કવિરાજ જાણીતા લોકગાયક છે અને હવે તેમને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. જેથી તેઓ પણ રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે.મારી માતૃભૂમિએ મને ખૂબ સ્વીકાર્યો છે અને મને ખૂબ પ્રેમ આપ્યો છે, તેથી હું મારી માતૃભૂમિ માટે કંઈક કરવા માટે લડી રહ્યો છું. એવું તેમને કહ્યું હતું. જો કે, અત્યાર સુધી સાહિત્ય ક્ષેત્રે નામ કમાવનાર કવિરાજ હવે રાજકીય ક્ષેત્રે પણ કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મેં ચૂંટણી લડવા માટે કોઈનો સંપર્ક કર્યો નથી. મેં મારા ગામના ભલા માટે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. હું દરેક સમાજને સાથે લઈ જનાર માણસ છું. પાણી, રસ્તા સહિતના અન્ય મુદ્દે હું આગળ વધીશ. તેમ જીગ્નેશ કવિરાજે કહ્યું હતું. આગામી સમયમાં ચૂંટણી ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીને જોતા ફોર્મ ભરવાની પ્રક્રીયા પણ ચાલશે ત્યારે તેમાં ખેરાલુ ઉત્તરગુજરાતમાં જિજ્ઞેશ કવિરાજ ચૂંટણી લડે તેવી વાત સામે આવી છે. ત્યારે મન મક્કમ કરી આ નિર્ણય ગઈકાલે રાત્રે જ કવિરાજ દ્વારા લેવામાં આવ્યો હતો અને આજે તેમણે જાહેર પણ કર્યોો છે.
તેમણે કહ્યું કે, તાલુકાનો વિકાસ થવો જોઈએ, આવું થયું નથી, રોજગારી નથી, પાણીનો પ્રશ્ન છે. હું મારા ગામના તમામ સમાજ જેમ કે રાજપૂત સમાજ, રબારી, દરબાર, ચૌધરી સમાજની વિનંતીથી ચૂંટણી લડી રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.