અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે ઇસરી પોલીસે છિકારી ગામ નજીકથી દારૂ ભરેલી ઝાયલો જીપનો ફિલ્મીઢબે પીછો કરી બ્રાહ્મણકોટડા ગામ નજીક ખેતરમાંથી 1.35 લાખનો દારૂ સાથે ઝડપી લીધી હતી બુટલેગર ખેતરમાં છું થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ઈસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરતી છિકારી ગામ નજીક પહોંચતા રાજસ્થાન તરફથી ઝાયલો કારમાં દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા પોલીસે ઝાયલોને અટકાવાનો પ્રયાસ કરતા બુટલેગરે ઝાયલો ગાડી હંકારી મુકતા પોલીસે જીપમાં પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બુટલેગરે પોલીસને ચકમો આપવા અંતરિયાળ નાળીયામાં દોડાવતા ગાડી રોડ પર ઉતરી જતા પીછો કરતી પોલીસ આવતા બુટલેગર ખેતરોમાં ફરાર થઇ ગયો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
ઇસરી પોલીસે ખેતરમાં ફસાયેલી ઝાયલો ગાડીને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢી ગાડીમાં સંતાડેલ વિદેશી દારૂની 42 પેટી કી.રૂ.135600/- સહીત રૂ.4.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.