સુરત શહેરની 12 વિધાનસભાની બેઠકમાંથી ભાજપે 11 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા

સુરત શહેરની 12 વિધાનસભાની બેઠકમાંથી ભાજપે 11 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ત્યારે હવે રાજ્યનો સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી ચોર્યાસી બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે. જોકે, આ બેઠક પર અત્યારે ઝંખના પટેલ ધારાસભ્ય છે. ત્યારે હવે આ બેઠક પર કયા ઉમેદવારનું નામ જાહેર કરાશે તેની પર સૌની નજર મંડાયેલી છે.

ચોર્યાસી વિધાનસભાની બેઠકમાં કોળી પટેલ અને પરપ્રાંતીય મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકનો મત વિસ્તાર પણ અન્ય બેઠકો કરતા સૌથી મોટો છે. ચોર્યાસી વિધાનસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર પહેલ રાજા પટેલ જીતતા હતા. ત્યારબાદ તેમનું મૃત્યુ થતાં તેમની દીકરી ઝંખના પટેલને ટિકીટ આપવામાં આવી હતી. ઝંખના પટેલ છેલ્લા 2 ટર્મથી આ બેઠક ઉપર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ વખતે દરેક બેઠકના નામ જાહેર થયા હોવા છતાં પણ હજી સુધી ચોર્યાસી વિધાનસભા બેઠકનું નામ જાહેર થયું નથી છે. 84 વિધાનસભા બેઠક પર વિશાલ ઉદ્યોગો આવેલ છે. એટલું જ નહીં ઝીંગા તળાવ સહિત ખેતીની આજીવિકા મુખ્ય છે..
ચોર્યાસી વિધાનસભાની બેઠક પરથી ઝંખના પટેલની સામે ભાજપના જ સુરત જિલ્લા પ્રદેશ પ્રમુખ સંદીપભાઈ દેસાઈએ પણ દાવેદારી નોંધાવી હતી. સંદીપભાઈ દેસાઈ સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કના ડિરેક્ટર પણ છે. ચોર્યાસી વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ કોળી પટેલની સંખ્યા હોવાથી કોળી પટેલને જ નેતૃત્વ મળે તેવી માગણી થઈ હતી.

જોકે, હજી સુધી આ બેઠક ઉપર નામની જાહેરાત ન થતા અલગ અલગ અટકળો જોવા મળી રહી છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.