ભાજપે ટિકિટ ના આપતા પક્ષ પલટો શરું, માતરના ધારાસભ્યની ટિકિટ કપાતા પકડ્યો ઝાડુંનો સાથ

બીજી ટર્મના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ગોપાલ ઈટાલિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

News Detail

આ વર્ષે ભાજપે ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત બે વખત ધારાસભ્ય રહેલા કેસરીસિંહ ચૌહાણને રિપીટ કર્યા નથી. તેમની જગ્યાએ કલ્પેશભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે. આ વાતથી નારાજ થયેલા માતર વિધાનસભાના બેઠકના કેસરીસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે. ટિકિટની શર્તે તેઓ માતરમાં જોડાયા છે. આ પક્ષની નહીં પરંતુ ટિકિટની બોલબોલા છે. બીજી ટર્મના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ગોપાલ ઈટાલિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ વર્ષે ભાજપે ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત વિવાદમાં રહેલા ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણને રિપીટ કર્યા નથી. જેથી નારાજ થયેલા ધારાસભ્યએ ઝાડુંનો સાથ પકડ્યો છે.

માતર વિધાનસભા બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કરાયા હતા પરંતુ કેસરીસિંહ ચૌહાણ જોડાતાની સાથે જ પક્ષે તેમની ટિકિટ કાપી કેસરીસિંહને ઉમેદવાર બનાવ્યા છે. જેઓ આજે ઉમેદવારી ફોર્મ પણ ભરશે.

ભાજપે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે યાદી જાહેર કરી. જેમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે 38 ધારાસભ્યોના પત્તા કાપ્યા છે. ત્યારે પક્ષ પલટો વધુ ધારાસભ્યો કરી પણ શકે છે.  કેસરી સિંહ ચૌહાણ ભાજપ છોડીને મોડી રાત્રે આમ આદમી પાર્ટીમાં જોડાતા આજે અન્ય  નામો પણ ટિકિટની બોલબાલામાં સામે આવી શકે છે. આખરે કેટલાક ધારાસભ્યો માટે પક્ષ કરતા ટિકિટ મહત્વની હોય છે. જેથી પક્ષ પલટો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.