મૂળીના ચોક પાસેથી મૂળીના રહીશ હિતેશભાઇ રમેશભાઇ ધાંધલપરાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
News Detail
સુરેન્દ્રનગરમાં મલ્હાર ચોક પાસેથી રીક્ષા ચોરીનો બનાવ બન્યો હતો. આ આરોપી મુળીમાં હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીની રીક્ષા રૂ.1 લાખ સહિત મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી માટે સીટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપાયો હતો.
…સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ વાહન ચોરીના ગુના અટકાવવા અને તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપી હતી. આથી એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન મૂળીમાં ચોરીની રીક્ષા સાથે હોવાની બાતમી મળી હતી. આથી મૂળીના ચોક પાસેથી મૂળીના રહીશ હિતેશભાઇ રમેશભાઇ ધાંધલપરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પુછપરછમાં 3 મહિના પહેલા સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. આથી સીએનજી રીક્ષા સહિત રૂ.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને આગળની કાર્યવાહી માટે સીટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. જ્યારે ઝડપાયેલ આરોપીની વધુ પુરછપરછ કરતા હજુ પણ વાહન ચોરીનો ભેદ ઉકેલવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.