કોંગ્રેસ અને NCPના ગઠબંધનને લઈને કાંધલ જાડેજા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની ચર્ચા થઇ ઉઠી હતી
News Detail
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના મતવિસ્તારમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક માટે ગઈકાલે થોડી અસમંજસ જવા પામી હતી અને ખુબ જ તેજ ચર્ચાએ જોર પકડ્યું હતું કે કાંધલ જાડેજા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે જો કે ગઈકાલે તેણે NCPમાંથી જ ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય છે કે આ બેઠક પરથી છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજા જ જીતી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં છે. ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન પહેલી ડિસેમ્બરના થશે જયારે બીજા ચરણનું મતદાન પાંચમી તારીખે થશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.