ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે
News Detail
પ્રથમ તબક્કામાં આ બેઠકો પર મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રની મોરબી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહીતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વિવિધ પક્ષો વચ્ચે રસાકસી અને ઉમેદવારોના નામોની દોડ અને ખેંચતાણ ચાલું રહી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે ત્યારે ઉમેદવારો પુરજોશમાં ફોર્મ ભરાતાની સાથે જ પ્રચારમાં લાગી જશે. જો કે, અત્યારે જે ઉમેદવારો નારાજ થે તેમને લઈને ડેમેજ કંટ્રોલની કામગિરી પણ કરવામાં આવી રહી છે. સ્થાનિક મતદારો તેમજ પક્ષના કાર્યકરોના રોષને પારખીને ભાજપ અને કોંગ્રેસે કેટલીક જગ્યાએ ઉમેદવારોના નામ બદલીને છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવવા માટે નવા ઉમેદવારો તૈયાર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.