હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. હંમેશા હાઈવે પર મુસાફરી કરનારાઓએ ટોલ ટેક્સ ભરવો પડે છે, પરંતુ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.
News Detail
ટેક્નોલોજીના ઉપયોગ પર આપવામાં આવશે ભાર
માહિતી આપતાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટોલ ટેક્સ ન ભરવા પર કોઈપણ પ્રકારની સજાની જોગવાઈ નથી. તેની સાથે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે.
બિલ લાવવાની થઈ રહી છે તૈયારી
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું છે કે અત્યાર સુધી ટોલ ન ભરવા પર સજાની જોગવાઈ નથી, પરંતુ ટોલ અંગે બિલ લાવવાની તૈયારી ચાલી રહી છે. હવે ટોલ ટેક્સ સીધો તમારા બેંક એકાઉન્ટમાંથી કપાશે. તેના માટે અલગથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
સીધા એકાઉન્ટમાંથી કપાશે રૂપિયા
નીતિન ગડકરીએ જણાવ્યું છે કે હવે તમારે ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે, રકમ સીધી તમારા એકાઉન્ટમાંથી કપાશે. આ સિવાય કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ‘2019માં અમે એક નિયમ બનાવ્યો હતો કે કાર કંપની ફીટેડ નંબર પ્લેટ સાથે આવશે. એટલા માટે છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેની પર અલગ અલગ નંબર પ્લેટ છે. વર્ષ 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે અને ભારત રસ્તાના મામલે અમેરિકાની બરાબરી પર આવી જશે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે.
આ સમયે શું છે નિયમ ?
નીતિન ગડકરીએ જણાવ્યું કે હાલમાં જો કોઈ વ્યક્તિ ટોલ રોડ પર 10 કિમીનું અંતર પણ કાપે છે તો તેણે 75 કિમીની ફી ચૂકવવી પડે છે, પરંતુ નવી સિસ્ટમમાં માત્ર એટલું અંતરનું જ ચાર્જ ચુકવવામાં આવશે, જેટલું કવર કર્યું હશે. તેમણે એ વાતને નકારી કાઢી કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. તેમણે જણાવ્યું કે NHAIની સ્થિતિ બિલકુલ સારી છે અને તેની પાસે રૂપિયાની કોઈ કમી નથી. તેમણે કહ્યું કે ભૂતકાળમાં બે બેંકોએ ઓછા દરે લોન ઓફર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.