ભાજપના ગીતાબા પાસે 46 લાખની, કોંગ્રસના યતિશ દેસાઈ પાસે 1.65 કરોડ, નિમીષાબેન પસે 11 લાખની મિલ્કત
News Detail
સૌરાષ્ટ્રની બેઠક માટે જાહેર કરાયેલા ઉમેદવારોમાં ગોંડલ ભાજપમાંથી ગીતાબા જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપે ગીતાબા જાડેજાને રિપીટ કર્યા છે. ગીતાબા જાડેજાએ ભરાયેલા ફોર્મમાં તેમની સંપત્તિ જાહેર કરી હતી. નામાંકન પત્રમાં 46 લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. તેઓ પાસે એક કર અને 250 ગ્રામ સોનુ તેમજ ખેતીવાડી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર યતિશ્ભાઈ દેસાઈએ પાંચ વર્ષમાં આઇટી રિટર્ન સરેરાશ 10 લાખ રૂપિયા દર્શાવ્યા છે. તેમની હાથ પર રોકડા 12.50 લાખ અને એક ગાડી મળી કુલ સંપત્તિ 1.65.25000 દર્શવવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિમિષાબેન ખૂંટ દ્વારા રોકડા રૂપિયા દોઢ લાખ ફિક્સ ડિપોઝિટ 75000 અને તેમની પાસે મિલક્તમાં 11 લાખ દર્શવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન આગામી ડિસેમ્બરની પહેલી તારીખે થવાનું છે. ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો તેજ ગતિથી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની બેઠકો પર સૌની નજર રહેશે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.