રીટાબેનના પતિ મેયર પતિ તરીકે ઓળખાય છે અને બીજેપીમાં વર્ચસ્વ ધરાવે છે ત્યારે અગાઉ મેયર પતિ જ પાલિકાનો બધો વહીવટ કરતા હતા તેવી વાત પણ વહેતી થઈ હતી.
News Detail
રીટા પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં ભાજપે પ્રથમ વખત મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગરના મેયર રહી ચૂકેલા રીટા પટેલે જંગી લીડથી જીતની આશા વ્યક્ત કરી છે. જો કે, અગાઉ મેયર પતિના નામે ભારે વિવાદ પણ થયો છે. રીટાબેનના પતિ મેયર પતિ તરીકે ઓળખાય છે અને બીજેપીમાં વર્ચસ્વ ધરાવે છે ત્યારે અગાઉ મેયર પતિ જ પાલિકાનો બધો વહીવટ કરતા હતા તેવી વાત પણ વહેતી થઈ હતી. ત્યારે કોમર્શિયલ બિલ્ડીંગ ગેરકાયદેસર તેમના પતિએ બનાવી હોવાના આરોપ પણ લાગેલા છે.
રીટાબેન પટેલ ભાજપ પરિવારના પ્રથમ મેયર ગાંધીનગરના હતા. જો તેઓ જીતશે તો તેમનું નામ પણ ગાંધીનગરના ભાજપના પ્રથમ ધારાસભ્ય તરીકે ઈતિહાસમાં નોંધાશે. આ તરફ સ્થાનિક વિરોધ છતાં ભાજપે ગાંધીનગર દક્ષિણમાંથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. આમ આ વખતે ગાંધીનગરમાં ઉત્તર અને દક્ષિણ બેઠકના ઉમેદવારોના નામો નવા આ વખતે સામે આવ્યા છે. કેમ કે. ગત વખતે શંભૂજી ઠાકોરને દક્ષિણ બેઠક પરથી ટિકિટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.