આ વખતના ઉમેદવારોમાંથી કોઈ પાસે 300 કરોડની તો કોઈ પાસે 150 કરોડથી વધુ છે સંપત્તિ, જાણો હર્ષ સંઘવીની કેટલી સંપત્તિ

તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાંથી મોટાભાગના પાસે કરોડોની સંપત્તિ છે, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

News Detail

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતના ઉમેદવારો 100 કરોડથી લઈને 300 કરોડથી વધુ સંપત્તિના આસામી છે. જેમાં હર્ષ સંઘવીથી લઈને કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજગુરુ કેટલા કરોડના આસામી છે તે સામે આવ્યું છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાંથી મોટાભાગના પાસે કરોડોની સંપત્તિ છે.જાણો કોણ છે આ ઉમેદવાર કોણ છે અને કેટલી છે સંપત્તિ.  સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર જાણો કોની છે કેટલી સંપત્તિ

બળવંતસિંહ રાજપૂત

બલવંત સિંહ રાજપૂત સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. બળવંત સિંહ રાજપૂત પાસે 372 કરોડની સંપત્તિ છે. તેમને ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 106 કરોડ સ્થાવ અને 169.50 કરોડની જંગી મિલકત છે.

હર્ષ સંઘવી

હર્ષ સંઘવી સુરત જિલ્લાની મજુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. હર્ષ સંઘવીની કુલ સંપત્તિ 17.43 કરોડ છે. 2017માં તેમની પાસે માત્ર 2.12 કરોડની સંપત્તિ હતી. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 723 ટકાનો વધારો થયો છે. જેમાં તેમના પત્નીના નામે 10.52 કરોડની સંપત્તિ છે.

રમેશ ટીલાળા

રાજકોટ દક્ષિણમાંથી રમેશ ટીલાળા ભાજપના ઉમેદવાર છે. તિલાળા પાસે કુલ 171 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 9.51 કરોડની જંગમ સંપત્તિ છે. જ્યારે 47.18 કરોડની સ્થાવર સંપત્તિ છે. તેમના પરિવાર પાસે 8.63 કરોડની જંગમ સંપત્તિ છે. પરિવાર પાસે 106.24 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.

પ્રકાશ વરમોરા

પ્રકાશ વરમોરા ભાજપના ધ્રાંગધ્રાના ઉમેદવાર છે. પ્રકાશ વરમોરા પાસે 31 કરોડની સંપત્તિ છે. તેમની પાસે કુલ 15.7 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. તેમના પરિવાર પાસે કુલ 8.64 કરોડની સ્થાવર મિલકત છે.

કાંતિ અમૃતિયા

મોરબીથી ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા છે. કાંતિ અમૃતાની કુલ સંપત્તિ 9 કરોડ છે. તેમની પાસે કુલ 5.51 કરોડની જંગમ સંપત્તિ છે. જ્યારે પરિવાર પાસે 17.7 કરોડની સ્થિર સંપત્તિ છે.

કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારો

ઈન્દ્રનીલ રાજ્યગુરુ
રાજકોટ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 163 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 49.82 કરોડની જંગમ સંપત્તિ છે. જ્યારે 91.99 કરોડની સ્થાવર સંપત્તિ છે. તેમના પરિવાર પાસે 21.11 કરોડની જંગમ સંપત્તિ છે.

બચુ અરેઠિયા

કોંગ્રેસના રાપરના ઉમેદવાર બચ્ચુ આરેઠિયા છે. તેમની પાસે કુલ 97 કરોડની સંપત્તિ છે. તેમની પાસે કુલ 72.88 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. તો પરિવાર પાસે કુલ 24.63 કરોડની સ્થાવર સંપત્તિ છે.

હેમાંગીની ગરાસિયા

મહુવાથી કોંગ્રેસના ઉમેદવાર હેમાંગીની ગરાસિયા છે. હેમાંગીની ગરાસિયા પાસે કુલ 31 કરોડની સંપત્તિ છે. તેમની પાસે કુલ 14.07 કરોડની જંગમ-સ્થાવર સંપત્તિ છે જ્યારે પરિવાર પાસે કુલ 8.10 કરોડની જંગમ સ્થાવર સંપત્તિ છે.

ગુજરાત ચૂંટણી 2022: આમ આદમી પાર્ટીના કરોડપતિ ઉમેદવારો

કૈલાશ ગઢવી

AAPના માંડવીના ઉમેદવાર કૈલાશ ગઢવી છે. કૈલાશ ગઢવી પાસે 10 કરોડની સંપત્તિ છે. તેમની પાસે કુલ 5.85 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. તેમના પરિવાર પાસે કુલ 2.96 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે.

શિવલાલ બારસિયા 

AAPના રાજકોટ દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર છે. શિવલાલ બારસિયા પાસે 8 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 2.35 કરોડની જંગમ અને જંગમ સંપત્તિ છે જ્યારે તેમના પરિવાર પાસે 65 લાખની સંપત્તિ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.