કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ રસ્તા દૂર સુધી ફંગોળાઇ ગયેલ હતી. આ અકસ્માત સર્જાતા આજુબાજુમાં રહેતા લોકોને ધડાકાભેર અવાજ સંભળાતા ઘરની બહાર નિકળી ગયા હતા.
News Detail
ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ ગાંગડા ગામ પાસે પુલ નજીક રસ્તા પર રાત્રીના એક વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ રસ્તા દૂર સુધી ફંગોળાઇ ગયેલ હતી. આ અકસ્માત સર્જાતા આજુબાજુમાં રહેતા લોકોને ધડાકાભેર અવાજ સંભળાતા ઘરની બહાર નિકળી ગયા હતા. આ કારમાં પોલીસ કર્મી રાહુલભાઇ સહીત બે વ્યક્તિઓ હોવાનું જાણવા મળેલ જોકે આ અકસ્માતની ઘટનામાં બન્ને વ્યક્તિઓનો આબાદ બચાવ થયેલ હતો. અને ઘટના સ્થળે પોલીસ પણ પહોચી ગયેલ હતી. કારમાં ભારે નુકસાન થયેલ જોવા મળેલ દિવસ દરમ્યાન આ કારને બાવડના ઝાડ માંથી બહાર કાઢી લેવામાં આવેલ છે. અગાઉ પણ આ પુલ નજીક રસ્તાની સાઇડમાં કટ હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે. આ અંગેનો અખબારી અહેવાલ પ્રસિધ્ધ કરેલ ત્યાર બાદ તંત્ર દ્રારા સાઇડોમાં માટી નાખી સંતોષ માની લીધો હોય અને તેમ છતાં રસ્તાની સાઇડોમાં કટ હોવાથી અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે તંત્ર હજુ પણ કોઇ વાહન અકસ્માતમાં ભોગ બને તેની રાહ જોઇ રહી છેકે શું ? તેવા અનેક સવાલો વાહન ચાલકોમાં ઉઠી રહ્યા છે. તંત્ર દ્રારા તાત્કાલીક રસ્તાની સાઇડો વ્યવસ્થિત રીતે બુરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.