ધવલસિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.
News Detail
બાયડના કાર્યકરો થોડા દિવસ પહેલા જ કમલમમાં ભારે વિરોધ સાથે પહોંચ્યા હતા. કમલમમાં એક વીક પહેલા તેમને ધવલસિંહને પસંદ કરવા માટે કહ્યું હતું આ બળ સાથે નેતા બાયડથી ચૂંટણી લડી રહ્યા છે.
મૂળ કોંગ્રેસના અને 2017માં ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાએ ભાજપમાં આ વખતે રાજીનામું આપી દીધું છે. ધવલસિંહ ઝાલાએ લોકોના વિશ્વાસથી પંજાના નિશાન સાથે ગત વખતે જીત્યા હતા અને
બાયડમાં ભીખીબેન પરમારને ટિકિટ આપવા સામે વિરોધ જોવા મળ્યો હતો.
આ વખતે બાયડમાંથી ધવલસિંહને કાર્યકરો દ્વારા સમર્થન મળતા તેમનો ઉત્સાહ પણ વધ્યો છે. અગાઉ મધુ શ્રીવાસ્તવે રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ધવલસિંહે પણ રાજીનામું આપી દીધું છે. આમ ભાજપના નેતાઓ હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે, ગઈકાલે ધવલસિંહે રેલી કાઢી હતી અને ત્યાર બાદ ફોર્મ ભર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.