ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ
News Detail
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગ માં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે દિવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી નજીકથી ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો ,
જે બાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપાયેલ ઈસમ સંદીપકુમાર બાબુભાઇ પ્રજાપતિ રહે, કૃષ્ણનગર અંકલેશ્વર નાઓની સઘન પૂછપરછ કરતા તેના ઘર નજીક થી ચોરીમાં ગયેલ અન્ય બે એક્ટિવા પણ પોલીસે કબ્જે કરી હતી,જે બાદ ઝડપાયેલ ઈસમ સંદીપ સામે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
અંકલેશ્વરમાંથી ઝડપાયેલો ભેજાબાજ ઈસમ પ્રથમ અંકલેશ્વરના સોસાયટી વિસ્તારોમાં ફરીને રેકી કરતો હતો જે બાદ તે બાઇક તથા મોટરસાયકલ ની ચોરી કરી લઇ જઇ તેની નંબર પ્લેટ કાઢી નાંખી બાઇક ના સ્પેર પાર્ટ છુટા કરી ને ભંગાર માં વેચી દેતો હતો જોકે તેના સાતીર ગુનાહિત દિમાગ નો આંખરે અંત આવ્યો છે,અને તેને જેલ ના સળિયા ગણવાનો વારો આવ્યો છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.