કોડીનાર બાયપાસ પર દુદાણા ગામના પાટીયા પાસે આવેલો પચીસ વર્ષ જૂનો પુલ હાલ પડવા વાંકે ઊભો હોય તેવી સ્થિતિમાં છે. આ હાઈવે ઉપર ફોરટ્રેક બનાવવાનું કામ ચાલુ હોવાથી જવાબદારોના ધ્યાને આ બિસ્માર પુલની અવદશા શું દેખાતી નથી
News Detail
આ બિસ્માર પુલની અવદશા શું દેખાતી નથી કોડીનાર બાયપાસ પર દુદાણા ગામના પાટીયા પાસે આવેલો પચીસ વર્ષ જૂનો પુલ હાલ પડવા વાંકે ઊભો હોય તેવી સ્થિતિમાં છે. આ હાઈવે ઉપર ફોરટ્રેક બનાવવાનું કામ ચાલુ હોવાથી જવાબદારોના ધ્યાને આ બિસ્માર પુલની અવદશા શું દેખાતી નથી.તેવો સવાલ ઉઠ્યો છે. હાલ આ પુલ ઉપરથી ભારે વાહન પસાર થાય તો વાસ્તવમાં પુલ ઝૂલે છે. આ પુલ ત્રણ વર્ષ પહેલા બની જવો જોઈએ તેના બદલે અડધો પુલ ( જેની નીચેનો ભાગ ભારે ક્ષતીગ્રસ્ત છે.) જે અડધો ભાગ બંધ કરી દેવાયો છે. તો શું તેનાથી કાયમી માટે અકસ્માતને નિવારી શકાશે. તેવો સવાલ લોકો કરી રહ્યા છે. વાહનચાલકોને ડર લાગવાની સાથે અકસ્માતનો ભય આવા થાબડભાણા શું કામ તાજેતરની મોરબીની ભયાનક હોનારતની ઘટનાએ માત્ર બિનકાળજીનું જ પરિણામ હોવાનું જણાઈ રહ્યું ત્યારે આ પુલ બાબતે નેશનલ હાઇવેની સરેઆમ લાપરવાહી કોઈ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. મોરબીની ઘટના બાદ હવે તો, આ કોડીનારના ઝૂલતા ક્ષિતિગ્રસ્ત પુલ ઉપરથી પસાર થતા વાહનચાલકોને ડર લાગવાની સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્રની બંધ આંખ ઉઘડતી ન હોવાથી લોકોમાં રોષ અઢી દાયકા પુર્વે કોડીનાર બાયપાસમાં દુદાણા ગામ પાસેનો આ પુલ ખખડધજ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
તો થોડા સમય પૂર્વે પુલમાં પડેલા મસમોટા ગાબડાને કારણે પુલને એક માર્ગીય જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પુલના નવીનીકરણ માટે હજુ સુધી તંત્રનું ધ્યાન જતું નથી. જયારે મોરબી જેવી દુર્ઘટના પણ સરકારી તંત્રને ઢંઢોળી શકતી નથી તેનાથી મોટું દુઃખ વહનચાલકો માટે શું હોઈ શકે. અહીંથી પસાર થતાં વાહનચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. તેમ છતાં તંત્રની બંધ આંખ ઉઘડતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પુલ પર પાકું ડાયવર્ઝન બનાવવા માટે લોકોની માંગણી આ ફોરટ્રેકનું કામ કરતી એજન્સી દ્વારા નવા પુલનું બાંધકામ તો શરૂ કરાયુ છે. જે બનતા હજુ 2 વર્ષ વિતી જશે.
તો ત્યાં સુધી આ જર્જરિત પુલ વાહનો માટે ચાલુ રાખવો જરૂરી હોય તો તેની મરામત કરવી જરૂરી હોવાનું વાહનચાલકો જણાવી રહ્યાં છે. સાથે ત્વરીત આ બિસ્માર પુલને પાડીને તેની જગ્યાએ પાકું ડાયવર્ઝન બનાવવામાં આવશે તો, જ અકસ્માતનો ભય દૂર થશે. જેથી આ બાબતે તંત્ર જાગીને તાત્કાલીક ધોરણે ઠોસ કામગીરી કરે તેવી માંગણી કરાઈ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.