365 દિવસ પગ વાળીને બેઠા નથી ત્યારે ગુજરાત આજે વિકાસનું મોડલ બન્યું છે – નરેન્દ્રભાઇ મોદી

Short Description

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ હતી.

News Detail

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ હતી.

 મોદી નર્મદા અંગે જણાવ્યું કે, મા નર્મદા માટે કેટલા ડખા થયા છે. પંડિત નહેરુએ સરદાર સરોવરનો શિલાન્યાસ કર્યો હતો અને આ નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ધાટન કર્યુ જરા કલ્પના કરો કે કેટલા રૂપિયા અને સમય બગડયો. તમે ગઇકાલે એક ફોટો છાપામાં જોયો હશે કે કોંગ્રેસ પાર્ટીના એક નેતા કે જેમણે નર્મદા ડેમનું કામ અટકાવવા ધમ પછાડા કર્યા તે બહેનના ખભે હાથ મુકીને પદ યાત્રા કરી રહ્યા હતા. એટલે આ કોંગ્રેસ વાળા મત માંગવા આવે તો કહેજો કે આ નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકી તમે દોડો છો આ નર્મદા ન હોત તો અમારા કચ્છ અને કાઢીયાવાડનું શું થાત ? કયા મોઢે મત માંગવા આવ્યો છે તે સવાલ કોંગ્રેસને પુછજો. ભાજપે સુજ્લામ સુફલામ યોજના થકી પોણા બે લાક હેકટર જમીનને જે પાણી દરિયામાં જતું તે ખેતરોમાં પહોંચાડયું.
 Pm મોદી વધુમાં જણાવ્યું કે, અમે સમસ્યાના કાયમી સમાઘાન માટે કામ કરનારા લોકો છીએ. ગુજરાત સરકારે પાણી માટે એવો પ્રબંધ કર્યો છે કે આવનાર પેઢીઓને લાભ મળશે . કોંગ્રેસની સરકારને હેન્ડ પંપ લગાવ્યા સિવાય કોઇ રસ ન હતો. ભાજપ સરકારે ગુજરાતનો ચહેરો બદલી નાખ્યો,ગુજરાતની ચાલ બદલી નાખી. 20 વર્ષની તપસ્યા અને કાળી મજૂરી કરી છે, 365 દિવસ પગ વાળીને બેઠા નથી ત્યારે ગુજરાત આજે વિકાસનું મોડલ બન્યું છે.
પીએમ મોદી એ વિજળી અંગે સંબોધનમાં જણાવ્યું કે, પહેલા એક સમય હતો કે ગુજરાતમાં વાળુ કરવાના સમયે વિજળી ન હતી અને આજે ઘરે ઘરે વિજળી મળે છે મોબાઇલ અને કોમ્પુટર ચાર્જ કરી શકો છો એના માટે ખૂબ મહેનત કરવી પડી છે. વિશ્વની સાથે આધુનિકતા સાથે ગુજરાત પહેલુ રાજય છે કે જેણે વિશ્વગ્રામની કલ્પના કરી હતી. આજે રાજકોટમાં AIMS હોસ્પિટલ બની રહી છે આ આરોગ્ય ક્ષેત્રે મોટી સેવા છે. આવનાર 25 વર્ષમાં ગુજરાતને અભૂતપુર્વ પ્રગતી કરાવવાની છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાતને આગળ લઇ જવાનું છે. એક જમાનો હતો કે ગુજરાતમાં સાઇકલ નોહતી બનતી અને આજે વિમાન બનાવાનું શરૂ થયું છે. પહેલા આપણા દેશમાં વેન્ટીલેટર નોહતા બનતા અને આ કોરોના કાળમાં હિન્દુસ્તાનના જુવાનિયા મેદાનમાં આવ્યા અને વેન્ટીલેટર બનાવી તેની જરૂરીયાત પુર્ણ કરી. હવે તો દુનિયાની તોલે ગુજરાતને લઇ જવાનું છે. ગુજરાતની પેઢી દર પેઢી સુખથી જીવે તે માટે ગુજરાત બનાવવાનું છે તે માટે ચૂંટણી ભાજપને દરેક બેઠક પર આશિર્વાદ આપી કમળ ખીલવી આપો.
 મોદી અંતમાં ઉપસ્થિત જનતાને કહ્યું કે મારી એક વાત ઘરે ઘરે પહોંચાડજો કે… ભાજપ 24 કલાક કામ કરનારી સરકાર છે લોકો માટે જીવનાર પાર્ટી છે એ વાત લોકો સુઘી પહોંચાડશો ? મારુ એક કામ કરવા વિનંતી કરી કે હજુ ચૂંટણી વચ્ચે સમય છે ત્યારે ઘરે ઘરે જઇને એટલુ કહેજો કે આપણા નરેન્દ્રભાઇ ધોરાજી આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે. આ વડિલોને પ્રણામ પહોંચાડવાનું કામ કરશો ? વડિલોના આશિર્વાદ મળે તો કામ કરવાની નવી તાકાત મળે તે માટે આપ વચ્ચે આવ્યો છું વધુમાં વધુ મતદાન કરશો તે અપેક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.