જુનાગઢ પોલીસ દ્વારા ભવનાથ તળેટીમાં શાંત ચિત્તે બેઠેલા લોકોને પણ પોલીસે લાલ આંખ બતાવી ભવનાથમાંથી બહાર કાઢ્યા

જૂનાગઢમાં પોલીસની કામગીરી સામે રોષ ફેલાયો છે પોલીસે લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરી તે સરાહનીય બાબત છે પરંતુ ભવનાથમાં પરિવાર સાથે બેસવા આવતા લોકોને પણ રાત્રિના સમયે સલામતીના બહાને બહાર કાઢતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

News Detail

જૂનાગઢના ભવનાથ તળેટીમાં અનેક આવારા તત્વો પરિવાર સાથે બેસવા આવતા લોકોને માનસિક કનડગત કરે અને લુખ્ખાગીરી કરતા હોવાની અનેક ફરિયાદ બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયુ હતુ ભવનાથ પોલીસ દ્વારા આવારા તત્વો પર કાયદાનો ડંડો ઉગામી  બે દિવસમાં 150 થી વધુ વાહનો ચેકિંગ કર્યા અને 40 વાહનો પાસે ડોક્યુમેન્ટ ન હોવાથી 6,000 નો દંડ વસુલ્યો અને ત્રણ વાહનો ડીટેઇન કર્યા હતા આ પોલીસની કામગીરી સારી હતી પરંતુ રાત્રિના સમયે ભવનાથમાં શાંતચીતે બેસવા આવતા પરિવારોને પણ પોલીસે લાલ આંખ કરી અને ભવનાથમાંથી બહાર કાઢી અને પોતાના ઘરે જવા માટે આદેશો કર્યા હતા હકીકતે પોલીસે માત્ર લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવાની હોય છે પરંતુ શાંત ચિત્તે બેસતા પરિવારજનોને સલામતી પૂરી પાડવાની છે પરંતુ સલામતી પૂરી પાડવા ને બદલે તેઓને પણ રાત્રિના સમયે ઘરે રવાના કરી દેતા જુનાગઢના પ્રબુદ્ધ નાગરિકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. સામાન્ય લોકોને રાત્રિના બહાર નીકળવાની ક્યાં મનાઈ છે છતાં પણ પોલીસ દ્વારા આવી કડકાઈ વાપરતા પોલીસ સામે પણ જુનાગઢ વાસીઓમાં રોષ ફેલાયો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.