અમદાવાદના પૂર્વ વિસ્તારના સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર પીએમ વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પૂર્વ અમદાવાદમાં રોડ શો કરવાના છે.
News Detail
પીએમ આવતીકાલથી તેઓ ફરી બે દિવસ માટે ગુજરાત આવશે
પીએમ આવતીકાલથી તેઓ ફરી બે દિવસ માટે ગુજરાત આવશે. 23 નવેમ્બરે તેઓ મહેસાણા, દાહોદ, વડોદરામાં રેલી કરશે જ્યારે 24 નવેમ્બરે તેઓ પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં સભા કરશે. હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જાહેર સભાઓ કરશે. કેન્દ્રીય મંત્રીઓમાં ગજેન્દ્ર સિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાસ ચૌધરી પણ પ્રચાર સભાઓને સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલીઓને સંબોધશે.
પૂર્વ અમદાવાદમાં પ્રથમ વખત PMનો રોડ શો
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. ઉચ્ચસ્તરીય સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારના સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર પીએમ વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પૂર્વ અમદાવાદમાં રોડ શો કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 27-28ના રોજ અમદાવાદમાં રોડ શો યોજે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.