કાંકરેજ તાલુકાના રતનપુરા (ઉણ) ગામના પરિવારના એકના એક દીકરાને પિતાની નજર સામે છરીઓના ઘા મારીને પતાવી દીધો
News Detail
કાંકરેજ તાલુકાના રતનપુરા (ઉણ)ના રમેશભાઈ શંકરભાઇ ડાભી(ઠાકોર)નો દીકરો મિતુલ આદર્શ હાઈસ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતો હતો. ભાજપના પૂર્વ મહામંત્રી વાસુદેવભાઈ પંડ્યાની દીકરી પણ તેની સાથે ભણતી હતી. તેઓ બંને વચ્ચે આડા સબંધો હોવાનો વહેમ રાખીને ભૌતિક વાસુદેવભાઈ પંડ્યા અને તેના પિતા વાસુદેવભાઈ પંડ્યાએ રવિવારે સાંજે છ વાગ્યાના સુમારે મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે વારાહી રોડ બાજુ મિતુલ ઉભો હતો.
ત્યાં બાઈક ઉપર જઈને વાસુદેવભાઈ પંડ્યા મિતુલને ખેંચીને ઝાડીમાં લઈ ગયા હતા એ સમય દરમ્યાન મિતુલે બૂમો પાડતાં દૂર ઉભેલા તેના પિતા રમેશભાઈ દોડતા ત્યાં બચાવવા પહોંચે એ પહેલા ભૌતિક અને તેના પિતા વાસુદેવભાઈએ મિતુલને ઉપરાછાપરી છરીના ઘા મારીને નીચે પાડીને બંને જણા તેમના બાઈક ઉપર ભાગી ગયા હતા. રમેશભાઈ તાત્કાલિક તેમના દીકરા મિતુલને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાંથી વધુ સારવાર માટે મિતુલને મહેસાણા ખસેડ્યો હતો. જ્યાં મિતુલનું અવસાન થયું હતું. મિતુલના દાદા શંકરભાઇ માવાભાઇ ડાભી (ઠાકોર)ની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભૌતિક વાસુદેવભાઈ પંડ્યાની હારિજથી ધરપકડ કરીને લૉકઅપમા બંધ કરી દીધો હતો.
પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે મૃતક આદર્શ હાઈસ્કૂલમાં ભણે છે. પોલીસે સ્કૂલના આચાર્ય અને ક્લાસ ટીચરને વિનંતી કરીને રાત્રે અગિયાર વાગે સ્કૂલ ખોલાવી મૃતકના મિત્રો અંગે માહિતી મેળવીને આરોપીની જાણકારી મેળવી હતી અને ટીમને કામે લગાવીને આરોપીને હારિજથી ઝડપી લીધો હતો.
સોમવારે એફએસએલની ટીમ આવી પહોંચી હતી અને ઘટનાસ્થળેથી લોહીના તેમજ અન્ય નમૂના એકઠા કર્યા હતા. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એફ.ચાવડા પણ આ સમયે ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા.
મૃતક મિતુલ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો, મિતુલની એક બેન છે જે ગાંધીનગરમાં અભ્યાસ કરે છે.જયારે આરોપી ભૌતિક પણ તેના માતા-પિતાનો એકનો એક દીકરો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.