સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે નવા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો

કેવડિયાઃ પીએમ મોદીએ 31મી ઓક્ટોબર 2018ના રોજ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય કક્ષાની વિવિધ કોન્ફરન્સ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર યોજાઇ રહી છે. હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે તંત્ર દ્વારા ત્યાં નવા નવા પ્રવાસન આકર્ષણો ઉભા કરાયા છે, જેથી પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો નોંધાઇ રહ્યો છે.

સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર 2018ના રોજ લોકાર્પણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 27,17,468 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. 10/11/2019 સુધીમાં કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. એ પૈકી 2,91,640 એટલે લગભગ 10% જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધી છે. ગયા વર્ષની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 14,918 પ્રવાસીઓની સામે ચાલુ વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસીઓ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.