શું તમને પણ શિયાળામાં વધુ ભૂખ લાગે છે? તો અજમાવો આ ટીપ્સ ઉપયોગી થશે

તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે વ્યક્તિને ઉનાળા કરતાં શિયાળામાં વધુ ભૂખ લાગે છે. જે એક કુદરતી બાબત પણ છે. પરંતુ જો તમે શિયાળામાં કે ઉનાળામાં, દરેક ઋતુમાં અને દરેક સમયે ભૂખ્યા રહો છો, તો તે કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે. વધુ પડતું ખાવાથી વ્યક્તિમાં સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધી શકે છે અને આવી સ્થિતિમાં, આ જોખમને ઓછું કરવા માટે, પહેલા તમારી ભૂખને નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ..

ઊંઘનો સમય નક્કી કરો- તમને જાણીને નવાઈ લાગશે કે પૂરા આઠ કલાકની ઊંઘ લેવાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યાનો અંત આવે છે.

પૂરતું પાણી પીઓ- તમારી ભૂખને કાબૂમાં રાખવા માટે પૂરતું પાણી પીવો. જમતા પહેલા પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને કોશિશ કરો કે શરીરમાં પાણીની કમી ન થાય.

સફરજન- જ્યારે પણ તમને અકાળે ભૂખ લાગે ત્યારે જંક ફૂડ અથવા તળેલા મસાલેદાર ખોરાકને બદલે સફરજન ખાઓ. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે ભૂખને શાંત રાખવાની સાથે શરીરમાં ફાઈબરની કમી પણ પૂરી કરે છે અને આ સિવાય તેમાં જોવા મળતું પેક્ટીન પણ ભૂખને શાંત કરવામાં મદદ કરે છે.

ખોરાકને બરાબર ચાવ્યા પછી ખાઓ- જે લોકો ઉતાવળમાં ખોરાક ખાય છે અનેબતેમને હંમેશા ભૂખ લાગે છે. પરંતુ બીજી તરફ જો તમે ખોરાકને સારી રીતે ચાવ્યા પછી ખાઓ તો ખોરાક સારી રીતે પચી જાય છે અને તેમાંથી મળતી એનર્જી શરીરને ભૂખ લાગવા દેતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.