ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ઠેર-ઠરે જનસભાઓમાં અતિઉત્સાહમાં આવી ભાંગરો વાટી રહ્યા છે અને હવે નેતાઓ શબ્દો પણ ચૂંટણી નજીક આવતા ચરમસીમાએ જોવા મળી રહ્યા છે પછી એ શંકર ચૌધરી હોય જેઠાભરવાડ હોય ઇન્દ્રનીલ રાજ્યગુરુ હોય કે લાધુ પારઘી ભાજપના બનાસકાંઠાના દાંતાના ઉમેદવાર લાઘુ પારઘી એક ગામમાં પ્રચારમાં હતા તે દરમિયાન તેમણે ગામની જનતાથી કંઇ અલગ જ વાત કરી અને જેમાં તમામ લોકો સંભાળીને અચરજમાં મૂકાઇ જશે
આવો સંભાળીએ લાઘુ પારઘીના શબ્દો કંઇ હું જીત્યા પછી ખોળામાં દારૂ નહી ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ કોઇએ ખોળામાં દારૂ નહી વેચવાનો ખુલ્લેઆમ દારૂ વેચવાનો છે અને જેઓ હાલ આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહ્યો છે પણ asmita news આની કોઇ પુષ્ટિ કરતું નથી જેમાં ગામના લોકો સાથે ચર્ચા કરી ચૂંટણી ટાણે લાઘુ પારઘીએ મત આપવા વિનંતી કરી હતી જોકે ગુજરાતમાં એક તરફ દારૂબંધીની મોટી મોટી ગુલબાગો રાજ્યસરકાર દ્રારા પોકરવામાં આવી રહી છે અને તેમના જ પક્ષના ઉમેદવાર ચૂંટણી જીતવા લોકોને દારૂ વેચવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે ગાંધી અને સરદારના ગુજરાતમાં કેટલો યોગ્ય? ઉમેદવારો મત મેળવવા અને ચૂંટણી જીતવા એટલી નિમ્કક્ષાએ જઇ રહ્યા છે એ સામે આવતા નિવેદનો બતાવી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.