ગુજરાતમાં આ સમયે ચૂંટણીનું વાતાવરણ છે. દરેક જગ્યાએ ચૂંટણી પ્રચાર અને સુરક્ષા વ્યવસ્થા ચાલી રહી છે. પોલીસ તપાસમાં સક્રિય છે અને એવા જ સમાચાર મળી રહ્યા છે કે તાપી જિલ્લાના સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે ત્રણ આરોપીઓ ગાંજા સાથે ઝડપાયા છે.
આ કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર નજીક ઉચ્છલ બોર્ડર પર ચૂંટણી ચેકિંગ દરમિયાન મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કાર પોલીસ દ્વારા લગાવવામાં આવેલ બેરિકેડિંગ તોડીને ભાગી ગઈ હતી. આ પછી પોલીસે તેનો પીછો કરીને કારમાં સવાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. ઉચ્છલ પોલીસે સોનગઢ આરટીઓ પાસે સ્વીફ્ટ ડીઝાયર કારનો પીછો કર્યો હતો અને આ તપાસમાં મહારાષ્ટ્રના માલેગાંવમાંથી ત્રણ શકમંદોની કારમાંથી લગભગ 15 કિલો ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ સુરતના કડોદરા આસપાસના વિસ્તારમાં ગાંજા પહોંચાડવા જતા હતા. હવે પોલીસે કારમાં મુસાફરી કરી રહેલા માલેગાંવના રહેવાસી શાહબાઝ, નઈમ અને અન્ય એક સગીરની ધરપકડ કરી છે. હાલ તાપી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ પોલીસ બેરિકેડ તોડીને બે ખાનગી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને હાલ તાપી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.