સરકાર માટે ચિંતાના સમાચાર, SBIના રિપોર્ટમાં GDP ગ્રોથ અંગે થયો આ ખુલાસો

દેશની સૌથી મોટી બેંક SBIએ મંગળવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેના અનુસાર, બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ 4.2 ટકા રહેવાની સંભાવના છે. SBIએ કહ્યું કે, ઓટોમોબાઈલના વેચાણમાં ઘટાડો, કોર સેક્ટર ગ્રોથમાં ઘટાડો અને કન્સ્ટ્રક્શન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ઘટવાને કારણે દેશના જીડીપી ગ્રોથમાં પણ ઘટાડો જોવા મળશે. વિત્ત વર્ષ 2020 માટે ગ્રોથનું અનુમાન પહેલાં 6.1 ટકાથી ઘટીને હવે 5 ટકા કરી દેવામાં આવ્યું છે. SBI પહેલાં અન્ય વૈશ્વિક એજન્સીઓ જેવી કે ADB, વર્લ્ડ બેંક, RBI અને IMFએ પણ વિત્ત વર્ષ 2020ના ગ્રોથ રેટને ઘટાડી દીધો છે.

પહેલા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ પહેલાં જ 6 વર્ષનાં નિમ્ન સ્તર 5 ટકા પર આવી ગયો હતો. SBIએ પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે, અમારા 33 હાઈ ફ્રિકવન્સી લીડિંગ ઈન્ડિકેટર્સે વિત્ત વર્ષ 2019ના પહેલા ત્રિમાસિકમાં વૃદ્ધિ દેખાડી હતી જે 65 ટકા હતી. અને હવે તે ઘટીને વિત્ત વર્ષ 2020ની બીજી ત્રિમાસિકમાં 27 ટકાના સ્તરે આવી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.