મતદાન મથકમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ હોવા છતાં મતદાન મથકમાં ઉભા રહેલા ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ફોટોગ્રાફ્સ ક્લિક કરીને વાયરલ કર્યા હોવાની ફરિયાદો મળી હતી અને આથી સુરત જિલ્લા મેજિસ્ટ્રેટે આ મામલે તપાસનો આદેશ આપતાં રિપોર્ટ મંગાવ્યો છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન પોલિંગ બૂથ પર કેટલાક મતદારોને પોલીસ કર્મચારીઓએ તેમના મોબાઈલ ફોન પર સેલ્ફી લેવા માટે રોક્યા હતા અને સુરતમાં મતદાન મથક સુધી મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ બાબતે મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સાયબર ક્રાઈમની તપાસ સોંપીને રિપોર્ટ મંગાવ્યો હતો
બીજી તરફ, મતદાન બાદ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો બૂથમાં અથવા બૂથની અંદર મતદાન કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ઘણા ઉમેદવારો કે કાર્યકરો અને નેતાઓએ પણ મતદાન કરતી વખતે કોને મત આપ્યો તેની સાથે સોશિયલ મીડિયા પર લાઈવ થયા હતા અને જિલ્લા કલેક્ટર આયુષ ઓકને આવી ફરિયાદો મળી હતી, ત્યારબાદ તેમણે સાયબર ક્રાઈમને તપાસ સોંપી હતી અને રિપોર્ટ મંગાવ્યો હતો.
સુરતના જિલ્લા મેજીસ્ટ્રેટે જણાવ્યું હતું કે મતદાન મથકમાં ફોટા પાડવાનો કોઈ ગુનો નથી. પરંતુ ઈવીએમમાં મતદાન કરતી વખતે બેલેટ યુનિટ કે વીવીપેટ સાથે ફોટોગ્રાફ લેવા એ ગુનો છે અને તેથી હાલની ફરિયાદોની તપાસ બાદ જ ખબર પડશે.
મતદાન મથકે જઈ અને ફોટો વાયરલ કરવાના કિસ્સામાં જો ગુનો સાબિત થાય તો મતદાનની ગુપ્તતાની કલમ 128 હેઠળ ગુનો નોંધી શકાય છે અને આ ગુના માટે એક વર્ષની સજા અને દંડ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.