વડોદરાના સાવલી વિધાનસભાની બેઠક માટે મતદાન રસાકસી ભર્યું બની રહેશે ગઈકાલે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચારના અંતિમ દિવસે બંને પક્ષની બાઈક રેલી દરમિયાન શેરપુરા ગામ નજીક બંને પક્ષોની બાઇક રેલી સામસામે આવી જતા બાઈક સવારો વચ્ચે ઝંડા અથડાવા મામલે બોલાચાલી થઈ હતી, મામલો ઉગ્ર બનતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી જેમાં
પોલીસે લાઠીચાર્જ કરતા દોડધામ મચી હતી.
સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર છે તો બીજી તરફ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કુલદિપસિંહ રાઉલજી ને કોંગ્રેસમાંથી ટીકીટ મળતા અહીં તંગદીલી જોવા મળી રહી છે.
અત્રે નોંધનીય છે કે અહી ક્ષત્રિય સમાજના આગેવાન એવા કુલદીપસિંહ રાઉલજી વર્ષોથી ભાજપાના સક્રિય કાર્યકર રહ્યા હતા. તેઓ વર્ષ-2009થી બરોડા ડેરીના ડિરેક્ટર છે આ ઉપરાંત વર્ષ- 2013 થી 2016 સુધી ડેસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં ડિરેક્ટર પદે અને વર્ષ-2016 થી 2021 સુધી ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે ને વર્ષ-2003 થી 2008 સુધી વેજપુર ગ્રામ પંચાયતમાં ઉપ-સરપંચ, વેજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રમુખ તરીકે રહ્યા હોય તેઓનું પણ પ્રભુત્વ હોય અહીં કાંટાની ટક્કર થશે તેમ મનાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.