વડોદરાની એક સ્કૂલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમા સાવલી રોડ સ્થિત અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થીઓ પાસેથી શરાબની બોટલ અને સિગરેટ મળી આવી હતી. વિધાર્થીઓ પાસેથી દારૂ મળી આવતાં વાલીઓમાં ચકચાર મચી જવા પામી છે અને શાળા દ્વારા 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ વાલીઓ સુધી પહોંચતા તેમણે સ્કૂલ મેનેજમેન્ટને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને અંબે સ્કૂલના સંચાલકોએ ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે તો વિદ્યાર્થીઓ શાળામાં દારૂ અને સિગરેટ કેવી રીતે લાવ્યા અને શું તે લોકો જ દારૂ અને સિગરેટનો નશો કરતા હતા તે મામલે પણ તપાસ હાથ ધરાઇ છે. જો કે શાળાએ આ મામલે સત્તાવાર જાણકારી આપી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.