રાધનપુરઃ ચૂંટણી એજન્ટને પોલીસ કર્મીએ મારતા કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ચૂંટણી પંચને ફરિયાદ કરી

પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભામાં ચૂંટણી એજન્ટને એક પોલીસ કર્મીએ માર મારતા રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. પોલીસે એજન્ટને માર મારતા ચૂંટણી અધિકારી વિરુદ્ધ રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારી સમક્ષ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધવા માગણી કરી હતી.

રાધનપુર શહેરમાં બુથ નં .177માં 11 વાગ્યાના સુમારે હિન્દી ભાષી સુરક્ષા કર્મી દ્વારા પોલિંગ એજન્ટ શેખ મહંમદ સાદિક મહંમદ અફઝલને લાકડી વડે જમણાં હાથમા માર માર્યો હતો અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોઈ તેના આધારે ફરિયાદ કરવા જણાવ્યું છે. ઉપરાંત કાર્યકર અબ્દુલ મુનીમ ગુલાબભાઇ શેખ રજૂઆત કરવા જતાં તેમને પણ ગાલ પર લાફા માર્યા હોવાનું જણાવી CCTV ફૂટેજમાં જે પણ જવાબદાર હોય તેમના વિરુદ્ધ બુથના પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજુઆત કરી હતી.

ત્યારે આ બાબતે કેવા પ્રકારના પગલાં ભરાય છે તે આવનાર સમય બતાવશે રાધનપુર વિધાનસભામાં ચૂંટણી એજન્ટને પોલીસ કર્મીએ માર મારતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.