ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સત્તા પર પહોંચી છે. એટલું જ નહીં, ભાજપ બે તૃતીયાંશ બેઠકો મેળવીને ઈતિહાસ રચવાના માર્ગે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ બીજા ક્રમે જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીના માત્ર પાંચ ઉમેદવારો જ ચૂંટણી જીતી શક્યા હતા ને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપના ગુજરાતના કિલ્લાને તોડવામાં મદદ કરવા બદલ રાજ્યની જનતાનો આભાર માન્યો છે. આ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપના તોફાન છતાં ગુજરાતમાં જીતનાર AAPના પાંચ હીરો કોણ છે, આવો જાણીએ આ અહેવાલમાં…
ચૈત્રભાઈ દામજીભાઈ વસાવા
દેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી AAPના ચૈતરભાઈ દામજીભાઈ વસાવાએ કોંગ્રેસના જર્મબેન શુકલાલ વસાવાને હરાવ્યા હતા. ચૈતરભાઈ દામજીભાઈ વસાવાને 103433 મત જ્યારે જર્મબેન શુકલને 12587 મત મળ્યા છે અને જ્યારે ભાજપના હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 63151 મત મળ્યા છે.
મકવાણા ઉમેશભાઈ નારણભાઈ
બોટાદ વિધાનસભા બેઠક પરથી AAPના મકવાણા ઉમેશભાઈ નારણભાઈએ ભાજપના ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણીને હરાવ્યા હતા અને મકવાણા ઉમેશભાઈ નારણભાઈને 80581 જ્યારે ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણીને 77802 મત મળ્યા હતા.
સુધીરભાઈ વાઘાણી
ગારિયાધાર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીરભાઈ વાઘાણી (સુધીર વાઘાણી)એ ભાજપના નાકરાણી કેશુભાઈ હીરજીભાઈને હરાવ્યા છે અને સુધીરભાઈ વાઘાણીને 60944 જ્યારે કેશુભાઈ હીરજીભાઈને 56125 મત મળ્યા હતા.
ભુપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણી
વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણીએ ભાજપના હર્ષદકુમાર માધવજીભાઈ રીબડિયાને હરાવ્યા છે અને ભાયાણીને 66210 મત જ્યારે હર્ષદકુમાર માધવજીભાઈ રીબડિયાને 59147 મત મળ્યા છે.
આહીર હેમંતભાઈ હરદાસભાઈ
જામજોધપુર વિધાનસભા બેઠક પરથી આહીર હેમંતભાઈ હરદાસભાઈએ ભાજપના ચીમનભાઈ સાપરિયાને હરાવ્યા હતા. આહીર હેમંતભાઈ હરદાસભાઈને 71397 મત મળ્યા અને જ્યારે ચીમનભાઈ સાપરિયાને 60994 મતથી સંતોષ માનવો પડ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.