ગર્લફ્રેન્ડે બીજા સાથે લગ્ન કરી લેતા 17 વર્ષના છોકરાએ કથિત રીતે પોતાને મારી દીધી ગોળી

રાજસ્થાનના ભીલવાડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 17 વર્ષીય કિશોરે કથિત રીતે અહીં પોતાને ગોળી મારી દીધી કારણ કે તેની ગર્લફ્રેન્ડે કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા હતા અને પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજમાં કિશોરે પોતાને ગોળી મારી હોવાનો કથિત વીડિયો કેદ થયો છે.

આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે સમયે કિશોરીએ પોતાને ગોળી મારી હતી તે સમયે ત્યાંથી કેટલાક રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા. જેણે બાદમાં ઈજાગ્રસ્ત કિશોરને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો અને જેને બાદમાં વધુ સારી સારવાર માટે ઉદયપુર રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે તેનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.