OLX પર વેચાણ માટે મુકેલી કાર યુવકે ચોરી કરી અને આ રીતે પકડાયો

ધનસુરાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા વેપારીએ તેમની હેરિયર એક્સયુવી કાર OLX પર વેચવાની જાહેરાત મુકતા ગાંધીનગરના યુવકને લકઝુરિયસ કાર શોખનો કીડો મગજમાં સળવળતા કાર ચોરી કરવા માટે બાઈક પર યુવક હેરિયરની ડુપ્લીકેટ ચાવી સાથે ધનસુરા પહોંચી કારનો ટેસ્ટ ડ્રાઇવ લઇ કાર મૂકી દીધી હતી. યુવકે માલિકને હેરિયરની ડુપ્લીકેટ ચાવી આપી ઓરિજિનલ ચાવી લઇ લીધી હતી અને કાર ચોર યુવક રાત્રીના સુમારે વેપારીના ઘર આગળ પાર્ક કરેલી હેરિયર લઇ ઉઠાવી જતા સવારે કાર ચોરી થયાની જાણ થતા તાબડતોડ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખી હેરિયર કાર સાથે યુવકને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ધનસુરાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા કારખાનેદાર દયાનંદ ઉર્ફે પપ્પુ ઘાસીરામે તેમની લકઝુરિયસ એસયુવી ટાટા હેરિયર OLX પર વેચાણ કરવા મુકતા ગાંધીનગર કિશાનનગર સોસાયટી સેક્ટર નં-6 માં રહેતો હિમાંશુ કનુ પાવરા (રહે,સીપુર-પાટણ) ના યુવકને લકઝુરિયસ કારનો શોખ હોવાથી શોખ પૂરો કરવા યુક્તિ કરી હેરિયર કારની ચોરી કરવા ડુપ્લીકેટ ચાવી બનાવી બાઈક લઇ ધનસુરા પહોંચી ટેસ્ટ ડ્રાઇવ લઇ કારની ઓરિજિનલ ચાવી તેની પાસે રાખી વેપારીને ડુપ્લીકેટ ચાવી થમાવી દીધી હતી અને વેપારી રાબેતા મુજબ કાર ઘર નજીક પાર્ક કરી સુઈ જતા હિમાંશુ પાવરા રાત્રે વેપારીના ઘર આગળ પાર્ક કરેલી કાર લઇ રફુચક્કર થતા ભારે ચકચાર મચી હતી.

ધનસુરા પીઆઇ અલ્કેશ ચૌધરી અને તેમની ટીમે લકઝુરિયસ કાર ચોરી થતા તપાસનો ધમધમાટ શરૂ કરી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હિમાંશુ પાવરાને ગાંધીનગરથી દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરી યુવકને ચોરી કરેલી 18 લાખની હેરિયર કાર અને ચોરીના ગુન્હામાં વાપરેલી 25 હજારના સ્પ્લેન્ડર સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.