અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની રુટ નંબર ૪૯ની બસ જે આદીનાથનગરથી ઘુમા તરફ જઈ રહી હતી એ બસના મુસાફરોને બસનો ડ્રાઈવર દારુ પીને બસ ચલાવતો હોવાની જાણ થતા બસને જમાલપુર ખાતે રોકી આ ઘટનાનો વિડીયો વાઈરલ કરતા તંત્ર દોડતુ થયુ હતુ. ડ્રાઈવરને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામા આવ્યો છે. ઉપરાંત આ બસ આદીનાથ બલ્ક નામના ઓપરેટરની હોવાથી ઓપરેટરને હેવી પેનલ્ટી કરાશે એવી તંત્રે જાહેરાત કરવાની ફરજ પડી હતી અને જો મુસાફરોએ સાવચેતી રાખી ના હોત તો બસમા મુસાફરી કરી રહેલા અંદાજે પચાસ જેટલા મુસાફરો સંભવિત કોઈ દુર્ઘટનાનો ભોગ બન્યા હોત.
એ.એમ.ટી.એસ.ની રુટ નંબર-૪૯ની બસ અંદાજે પચાસ જેટલા મુસાફરોને લઈ બસનો ડ્રાઈવર અંકીત અશોક કુમાર ઉપાધ્યાય આદીનાથનગરથી ઘુમા જવા રવાના થયો હતો. આ સમયે જમાલપુર વિસ્તારમા આવેલી ઉંટવાળી ચાલી પાસેના સી.એન.જી.પમ્પ પાસે પહોંચી તે સમયે બસમા મુસાફરી કરી રહેલા મુસાફરોને લાગ્યુ કે,ડ્રાઈવર નશાની હાલતમા બસ હંકારી રહયો છે અને આ પરિસ્થિતિમા બસને તેમણે ત્યાં જ રોકાવી દઈને ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મિડીયા ઉપર વાઈરલ કર્યો હતો.
આ ઘટના અંગે મુસાફરોએ વિડીયો બનાવી સોશિયલ મિડીયામા વાઈરલ કરતા એ.એમ.ટી.એસ.તંત્રના અધિકારીઓ સફાળા દોડતા થયા હતા. ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ.પાંડેના કહેવા પ્રમાણે, રુટ નંબર-૪૯ની બસ કે જે આદીનાથનગરથી ઘુમા ગામ તરફ જઈ રહી હતી. આ બસ આદીનાથ બલ્ક નામના ખાનગી ઓપરેટર દ્વારા ચલાવાઈ રહી હતી અને ડ્રાઈવર કેફી પીણુ પીધેલી હાલતમા ડ્રાઈવીંગ કરતા ઝડપાયેલ હોવાથી તેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામા આવશે અને બેઝ-૦૦૫૭ ધરાવતા ડ્રાઈવરને કાયમી ધોરણે ફરજ મોકૂફી ઉપર ઉતારવામા આવ્યો છે.
પચાસ મુસાફરો સાથેની એ.એમ.ટી.એસ.બસ નશાની હાલતમા ચલાવનાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાની ઘટના બાદ મ્યુનિસિપલ વિપક્ષ નેતાએ ભાજપના શાસનમા ટ્રાન્સપોર્ટ સર્વિસમા મુસાફરી કરનારા મુસાફરો અસલામત હોવા સાથે આદીનાથ બ્લક સર્વિસ નામના જે ઓપરેટરને એ.એમ.ટી.એસ.બસ ચલાવાનો કોન્ટ્રાકટ આપવામા આવેલો છે એ કોન્ટ્રાકટર હાલમા દરીયાપુર બેઠક ઉપર ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા કૌશિક જૈનના સંબંધી છે અને ધારાસભ્ય બસ ચલાવવાના કોન્ટ્રાકટ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોવાનો આક્ષેપ કર્યો છે એ.એમ.ટી.એસ.દ્વારા ડ્રાઈવર ફરજ ઉપર આવે એ સમયે જ તેમનુ ચેકીંગ કરવુ જોઈએ અને આ ઘટના અંગે જવાબદાર ખાનગી ઓપરેટરને બ્લેક લિસ્ટ કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.