ચુંટણીની એક રાત પહેલા તે દારૂ સાથે તેઓ ઝડપાયા હતા પરંતુ હવે શા માટે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યા છે.
News Detail
પાટણ શહેરમાં દારૂ સાથે ઝડપાયેલા ભાજપના નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મહેન્દ્ર પટેલની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. ચુંટણીની એક રાત પહેલા તે દારૂ સાથે તેઓ ઝડપાયા હતા પરંતુ હવે શા માટે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યા છે.
તેમને આ મામલે પ્રતિક્રીયા આપતા કહ્યું કે, મારી ગાડીમાંથી પકડાયો નથી. મારી ગાડી પર જે માણસો આવ્યા હતા તેમને મુક્યો હતો. મારી ગાડી પાસેથી કાઢતો વીડિયો નથી. કોઈ કોઈના ઘર પાસે બોટલો મૂકી દે તો શું એ વ્યક્તિ ગુનેગાર કહી શકાય. જો કે, તેમણે કહ્યું કે, આ મામલે હવે ફરીયાદ નોંધાવીશ, તેમને આ વીડિયો મામલે આ વાત કહી હતી.
જો કે, સવાલ એ છે કે, તેમનો આ વીડિયો 5 ડીસેમ્બરનો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે તેમને હજુ સુધી નહીં પરંતુ જ્યારે સોશિયલ મીડિયામાં વીડીયો વાયરલ થયો ત્યારે જ તેઓ ફરીયાદ કરવાનું વિચારી રહ્યા છે જેથી આ બાબતે પણ તેમને બચાવ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.