ટંકારામાં જીએસટી ચોરી કરતા રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ.૪૦ લાખની ચોરી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
News Detail
ટંકારા નજીક રેકઝીનના બે યુનિટોમાંથી લાખોની કરચોરી ઝડપાઈ
ટંકારામાં જીએસટી ચોરી કરતા રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ.૪૦ લાખની ચોરી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
હેડકવાર્ટર પ્રિવેન્ટીવ સુપ્રિ. રાજેન્દ્ર મીના, જેડી પરમાર, પુરોહિત અને ઈન્સપેકટરોના કાફલાએ ટંકારામાં આવેલ સ્વીઝર પોલી પ્લાસ્ટ અને શાલદીપ કોટીંગ નામના બે યુનિટો પર ડેટાની એનાલીસીસ કર્યા બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને ડોકયુમેન્ટની ચકાસણી હાથ ધરવામા આવતા રૂ.૪૦ લાખની ચોરી બહાર આવી હતી. આ બંને યુનિટો દ્વારા અંડર ઈન્વોઈસ અને બીલ વગર તૈયાર માલનું વેચાણ કરવામા આવતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.આથી બંને યુનિટો પાસેથી રીકવરીની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
વિધાનસભા ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સીજીએસટી વિભાગ દ્વારા જીએસટી ચોરી કરતા યુનિટોના ડેટા શોધવાનું કામ શરૂ કર્યું હતું અને જીએસટી ચોરી કરતા અનેક યુનિટોના ડેટા એકત્ર કરવામા આવ્યા છે તેને આધારે આગામી દિવસોમાં વધુ દરોડાની કાર્યવાહી હાથ ધરાશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
ટંકારામાં જીએસટી ચોરી કરતા રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ.૪૦ લાખની ચોરી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.