ગુજરાતમાં ભાજપની જીતનો શ્રેય PM મોદીએ CRને આપ્યો, જાણો શું કહ્યું પાર્લામેન્ટરી બોર્ડમાં વડાપ્રધાન મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંપૂર્ણ જીતનો શ્રેય ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો હતો અને વખાણ કર્યા હતા.

News Detail

પીએમ મોદીએ બીજેપીની આજે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની અંદર સીઆર પાટીલના વખાણ કર્યા હતા અને ભાજપની ગુજરાતમાં પ્રચંડ જીતનો શ્રેય પણ આપ્યો હતો. આજે દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીએ સંસદીય બોર્ડમાં સીઆર પાટીલના વખાણ કર્યા હતા. આ વખતે 156 સીટો ભાજપે ગુજરાતમાં જીતી છે જે એક રેકોર્ડ છે અનેગુજરાતમાં જીતનો શ્રેય પાટીલને આપ્યો હતો.  આ ઉપરાંત પીએમ મોદીએ સાંસદો અને નેતાઓને  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં નેતાઓએ પીએમ મોદીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. જો કે પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન જીતનો શ્રેય સીઆર પાટીલને આપ્યો હતો.  પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે જીતનો શ્રેય મને નહીં પરંતુ પાટીલને આપો. પાટીલે પડદા પાછળ રહીને સંગઠન અને જીત માટે કામ કર્યું છે. બેઠક બાદ સીઆર પાટીલે કહ્યું કે આ પ્રસંગે કાર્યકરોને યાદ કરવા બદલ તેઓ પીએમ મોદીના આભાર માને છે.

ગુજરાતમાં ભાજપે આ વખતે ત્રિ પાંખિયો જંગ હોવા છતાં પણ બહુ મોટી જીત મેળવી છે કોંગ્રેસને ફક્ત 17 સીટો જ મળી છે ભાજપે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં બહું મોટી ઐતિહાસિક જીત મેળવી છે.જેનાથી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંપૂર્ણ જીતનો શ્રેય ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો હતો અને વખાણ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.