દેશમાં સરકારી જીવન વીમા કંપની LIC(Life Insurance Corporation of India) નો દબદબો વર્ષોથી યથાવત છે. લોકો પોતાના ભવિષ્યને સિક્યોર કરવા માટે LICથી પોલિસી કરાવવાનું વધુ યોગ્ય અને સુરક્ષિત સમજે છે. પરંતુ છેલ્લા અમુક સમયથી LICના નામે ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે.
આ કારણે હવે કંપનીએ તેની વેબસાઇટ પર આ અંગે માહિતી આપી ગ્રાહકોને જાગૃત અને સાવચેત રહેવા નિવેદન કર્યું છે. તાજેતરમાં કેટલાક લોકો ફોન કરીને ગ્રાહકોને ખોટી પોલિસીની માહિતી આપી રહ્યા છે. સાથે જ ગ્રાહકોને વીમાની રકમ જલ્દી અપાવવાની શરતે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફ્રોડ શખ્સ ગ્રાહકોને LIC એજન્ટ, IRDAI અધિકારી, ECI(વીમાદાતાઓના એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ઓફિસ) અધિકારીના નામે ફોન કરે છે. તેથી આવા ફ્રોડ કોલ્સથી LICએ ગ્રાહકોને સાવચેત રહેવા કહ્યું છે. કારણ કે LICએ કોઈ પણ વ્યક્તિને આ રીતે ફોન કરી પોલિસીના ફાયદા અને નુકસાન બતાવાનો આદેશ કર્યો નથી.
રિપોર્ટ મુજબ LICએ તેની વેબસાઇટ પર આ અંગે માહિતી આપી છે. કંપનીને કહ્યું કે LIC કોઈ પણ વીમા ધારકને ફોન કરી માહિતી શેર કરતી નથી. ઉપરાંત કંપનીએ માહિતી આપી કે LIC ક્યારે બોનસની માહિતી ફોન પર શેર કરતી નથી. ક્યારે પણ ગ્રાહકોને હાલની પોલિસી અંગે ફોન પર વાત કરતી નથી. કોઈ પણ પોલિસીની માહિતી યોગ્ય છે કે નહીં તે માટે LICની વેબસાઇટ www.licindia.in પર ચેક કરવી અથવા નજીકની LIC ઓફિસ અથવા બ્રાન્ચનો સંપર્ક કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.