ચાઇનીસ દોરા વડે પતંગ ચગાવવામાં આવે છે ત્યારે તે દોર કેટલાક લોકોનો જીવ લે છે કેટલાક પક્ષીઓ પણ પોતાનો જીવ ગુમાવે છે પરંતુ આમ ન થાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
News Detail
મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પર્વ પ્રિય રાજકોટની જનતા મકરસંક્રાંતિની ધૂમધામથી ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ પર્વ કેટલાક માટે દુઃખદ થઈ જાય છે જ્યારે ચાઇનીસ દોરા વડે પતંગ ચગાવવામાં આવે છે ત્યારે તે દોર કેટલાક લોકોનો જીવ લે છે કેટલાક પક્ષીઓ પણ પોતાનો જીવ ગુમાવે છે પરંતુ આમ ન થાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ચાઇનીઝ પતંગના વપરાશ પર પ્રતિબંધ લગાવ્યો છે. વ્યકિતઓની જાનનું જોખમ ઉભુ થવાની સંભાવના રહેલી છે આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડતા હોય છે . આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડતા હોય છે . કેટલાક લોકો જાહેર માર્ગ રસ્તા ઉપર પતંગ ઉડાડતા હોય છે .તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ , વાસના બંબુઓ , લાંબી વાંસની પટ્ટીઓ , લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી લઇને આમતેમ શેરીઓ , ગલીઓ , જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરતા હોય છે , જેના કારણે ટ્રાફકી અવરોધ ઉભો કરતા હોય છે. અને અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે .
આ પર્વના દિવસે શહેર વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા હોય છે અને આમ જનતા દ્વારા આ ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને નાંખતા હોય છે . જેને અનુલક્ષીને જાહેરમાર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફીક અવરોધ પેદા થતો હોય છે . ઘણાં લોકો પતંગ ઉડાડવા માટે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે . આ ચાઇનીઝ દોરાઓ એકદમ ધારદાર હોવાને કારણે કોઇ વ્યકિતના શરીરના કોઇ ભાગમાં ઘસાવાથી શરીર ઉપર તિક્ષણ કાપાઓ પડે છે . જેના કારણે શારીરીક ગંભીર ઇજાઓ થવાના અને કયારેક અંગો કપાય જવાના બનાવો પણ બનતા હોય છે . તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે . આ પર્વ નિમિત્તે રાજકોટ શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર , ચાઇનીઝ તુક્કલ , ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે . તુક્કલમાં હલકી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદર્શોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે . તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપત્તી ને નૂકશાન થાય છે. જેથી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા મર્કર સંક્રાતીના પર્વ પર ઉપર મુજબના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.