સપ્ટેમ્બર-ઓક્ટોબર 2022માં ટ્રાવેલ વેબસાઇટ કાયક પર ધર શોધનારા લોકો 2019ની તુલનામાં 127% સુધી વધી ગયા છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાનું ઘરેલુ હવાઇ ભાડું 2004 પછી સર્વોચ્ચ સ્તરે છે. હજુ પણ એવા હજારો મુસાફર છે જેમને વર્કિંગ હોલિડે મેકર વિઝા અપાઇ રહ્યા છે, પરંતુ તેઓ ફ્લાઇટનું ભાડું ઓછું થવાની આશામાં હજુ ઓસ્ટ્રેલિયા નથી પહોંચ્યા. આ કારણસર ઓસ્ટ્રેલિયામાં પ્રવાસીઓની કતારો હજુ વધવાની છે એ વાતમાં કોઈ શંકા નથી.
News Detail
તેનું કારણ એ છે કે યુરોપમાં મોંધવારી હજુ પણ ચરમસીમાએ છે. તેથી લોકો તેમના દેશના બદલે ઓસ્ટ્રેલિયામાં જ રહેવાનું પસંદ કરે છે. કોરોનાકાળમાં બેકપેકર્સને રોકાવાની જગ્યા આપતી અનેક હોસ્ટેલ બંધ કરી દેવાઇ હતી, તેના કારણે સહેલાણીઓ માટે રહેવાની જગ્યાઓની અછત સર્જાઈ હતી. આ કારણસર અન્ય ઘરોનાં ભાડાં 50% વધી ગયાં હતાં. હવે ક્રિસમસ નજીક આવતા ભાડાંનાં ધરો અને એરલાઇન્સ બુકિંગ પણ વધી રહ્યાં છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2022માં ટ્રાવેલ વેબસાઇટ કાયક પર ધર શોધનારા લોકો 2019ની તુલનામાં 127% સુધી વધી ગયા છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાનું ઘરેલુ હવાઇ ભાડું 2004 પછી સર્વોચ્ચ સ્તરે છે.
હજુ પણ એવા હજારો મુસાફર છે જેમને વર્કિંગ હોલિડે મેકર વિઝા અપાઇ રહ્યા છે, પરંતુ તેઓ ફ્લાઇટનું ભાડું ઓછું થવાની આશામાં હજુ ઓસ્ટ્રેલિયા નથી પહોંચ્યા. આ કારણસર ઓસ્ટ્રેલિયામાં પ્રવાસીઓની કતારો હજુ વધવાની છે એ વાતમાં કોઈ શંકા નથી. નેધરલેન્ડ્સના એક પ્રવાસીએ કહ્યું કે બે સપ્તાહ પહેલાં બુકિંગ કરાવાય તો જ રહેવા માટે સસ્તું ઘર મળી શકે. ઓસ્ટ્રેલિયાના સર્ફર પેરેડાઇઝ નામની હોસ્ટેલની 100 વ્યક્તિ રહી શકે એવી ડોરમેટ્રીમાં એક રાત રહેવા રૂ. 14 હજારથી પણ વધુ ચૂકવવા પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.