સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના 17 અયોગ્ય ધારાસભ્યોને રાહત આપતા તેમને પેટાચૂંટણી લડવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે કર્ણાટક વિધાનસભાના તત્કાલીન સ્પીકર દ્વારા ધારાસભ્યોની અયોગ્યતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે જો કે અયોગ્યતા અનિશ્ચિતકાળ માટે હોઇ શકે નહીં.
આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે અયોગ્ય ધારાસભ્યોની અરજી પર 25મી ઑક્ટોબરના રોજ સુનવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ આર.રમેશ કુમારે અયોગ્ય જાહેર કર દીધા હતા. ન્યાયમૂર્તિ એન.વી.રમણ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મોરારીની ત્રણ સભ્યવાળી બેન્ચે આ અયોગ્ય ઘોષિત ધારાસભ્યોની અરજી પર 25મી ઑક્ટોબરના રોજ સુનવણી પૂરી કરી હતી.
5 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણી
આ ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરતાં 17માંથી 15 સીટો માટે પાંચ ડિસેમ્બરે પેટાચૂંટણી થઇ રહી છે. અયોગ્ય ધારાસભ્યોએ પોતાની અરજીમાં 5 ડિસેમ્બરના રોજ યોજાનાર પેટાચૂંટણી પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરી હતી. ધારાસભ્યોનું કહેવું હતું કે પેટાચૂંટણી ત્યાં સુધી ના થવી જોઇએ જ્યાં સુધી કે તેમની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય ના આવી જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.