વડોદરામાં અનફિટ જવાનો માટે “ફિટ બનો અને મનપસંદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરો” આ સૂત્ર હેઠળ 90 દિવસમાં 17 કિલોથી વધુ વજન ઉતારનાર 2 મહિલા પોલીસ કર્મચારીઓને પસંદગીના સ્થળે પોસ્ટિંગ અપાયું હતું.
વડોદરા પોલીસ દ્વારા ફિટ રહેવા માટે આ એક નવી પહેલ શરૂ કરાઈ છે અને જેમાં એએસઆઇ ભારતીબહેન રેવાભાઇએ 90 દિવસમાં 89.5 કિલો વજનમાંથી 21 કિલો વજન ઘટાડ્યું હતું અને જ્યારે કોન્સ્ટેબલ મોનિકાબહેન શૈલેષભાઇએ 83 કિલો વજનમાંથી 17 કિલો વજન ઘટાડતાં પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે તેમનું કોપ ઓફ ધ મન્થ તરીકે તેઓનું સન્માન કર્યું હતું અને તેમની પસંદગીના હરણી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાયું હતું.
મહત્વનુ છે કે એક વર્ષ અગાઉ વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતાં 3 હજાર પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ કરાયુ હતું અને તે વખતે 200 પોલીસ જવાનો અનફિટ હોવાનું સામે આવ્યું હતુ પરિણામે વજન, કોલેસ્ટ્રોલ, બીપી સહિતની અન્ય તકલીફો હોય તેને ધ્યાનમાં રાખી રેડ કેટેગરીમાં મૂકાયા હતા અને જ્યારે બોર્ડર લાઇન પર હોય તેવા પોલીસકર્મીઓને યેલો કેટેગરીમાં મૂકાયા હતા.
આ અનફિટ જવાનોને જેતે સમયે જણાવાયું હતું કે,જો તેઓ ગ્રીન કેટેગરીમાં (ફિટ)આવશે તો મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાશે.
જે બાદ તેમના માટે ફિટનેસ, યોગ એક્સપર્ટ અને ડાયેટિશિયનના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી અને જેમાં ઉપરોક્ત બન્ને મહિલા પોલીસકર્મીઓએ પોતાનું વજન ઘટાડતા તેઓને પોતાના મન પસંદ પોલીસ મથકમાં પોસ્ટીંગ અપાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.