સુરતના સારોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સીસીટીવી કેમેરા જોતા જ હૃદય હચમચાવી નાખે તેવું દ્રશ્ય સામે આવ્યું છે. ઢાબામાં બેઠેલા લોકો ધાબાની બહાર ભાગતા જોવા મળ્યા હતા. આ ઘટના એક અકસ્માતની છે અને જેમાં એક બોલેરો પીકઅપ બેકાબૂ થઈને ‘બાપા નો બગીચો’ નામના ઢાબા સાથે અથડાઈ હતી. ઢાબામાં ભોજન કરી રહેલા એક યુવકને પીક-અપ ચડી જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
સારોલી વિસ્તારમાં રોડ પાસે આવેલા ‘બાપા નો બગીચો’ નામના ઢાબામાં ગ્રાહકો બેઠા હતા. ઢાબા નજીકથી પસાર થઈ રહેલી બોલેરો પીક-અપના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પીકઅપ સીધુ ઢાબામાં અથડાયું. ઢાબામાં પ્રવેશતા જ અંદર હાજર ગ્રાહકો દોડવા લાગ્યા.
સારોલી વિસ્તારમાં આવેલા ઢાબામાં પીકઅપ બોલેરોએ તેજ ગતિએ ટક્કર મારી હતી. ખોરાક ખાઈ રહેલા યુવકને કચડી નાખ્યો અને સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બોલેરો રોડ પરથી સીધી ઢાબાની અંદર આવે છે અને અંદર રાખેલા ખાટલા પર કેટલા ગ્રાહકો સૂઈ રહ્યા હતા અને તેમના મોબાઈલ ફોન જોઈ રહ્યા હતા. તો એક ગ્રાહક પણ ખુરશી પર બેઠો હતો. પીકઅપ વાહને ખુરશી પર બેઠેલા યુવકને ટક્કર મારી હતી અને બાજુમાં ચા બનાવતો વ્યક્તિ પણ જીવ બચાવીને ભાગતો જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.