ભાજપ હાઈ કમાન્ડ દ્વારા શંકર ચૌધરીની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે.
CM દ્વારા શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂકાયો હતો અને શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે કાર્યભાર સંભાળી લીધો છે.
જોકે,શંકર ચૌધરીની અધ્યક્ષ તરીકે પસંદગી થયા બાદ તેઓના ભૂતકાળ ફરી સળવળી ઉઠ્યો છે.
અંગે સોશ્યલ મીડિયામાં વિવાદ ઉછળ્યો છે અને તે વિવાદ છે
અગાઉ કેટલાક વર્ષ પહેલાં તેઓનો વિધાનસભા સત્ર દરમિયાન શંકર ગૃહમાં બેઠા બેઠા મોબાઇલ ફોન પર પોર્ન ફિલ્મ જોવાનો મામલો.
તેઓ ચાલુ સત્ર દરમિયાન પોર્ન જોતા પકડાઈ ગયા હતા અને જેતે વખતે આ મુદ્દે ખબર પડતા જ ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને
વિપક્ષે હોબાળો મચાવતા સમગ્ર પ્રકરણની તપાસ પણ સોંપવામાં આવી હતી.
આ મામલે અગાઉ વિવાદોમાં ઘેરાયેલાં શંકર ચૌધરી હવે અધ્યક્ષપદે રહી અને ગૃહમાં શાસકપક્ષ અને વિપક્ષના ધારાસભ્યોને કેવી રીતે વર્તવુ તેના પાઠ શીખવશે તે મુદ્દે ભારે કાનફૂસી શરૂ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.