અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળ્યા, હત્યા થઈ હોવાની આશંકા..

અમદાવાદમાં એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ભુલાભાઈ પાસે કર્ણ હોસ્પિટલમાં એક બાળકી અને તેની માતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો અને આ વાતની જાણ પવનની ઝડપે ફેલાતાં પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો.

બાળકીનો મૃતદેહ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એક કબાટમાં સંતાડીને રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે અને આ ઉપરાંત તે જ હોસ્પિટલમાંથી તેની માતાની લાશ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહ અંગે તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદની કર્ણ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એક કબાટમાં બાળકીની ડેડ બોડી સંતાડીને રાખવામાં આવી હતી. જેના કારણે હોસ્પિટલમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી. તપાસ કરતાં આ દુર્ગંધ ઓપરેશન થિયેટરના કબાટ તરફ આવી રહી હતી. જ્યારે આ સેલ ખોલવામાં આવ્યો ત્યારે 30 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. આ ઉપરાંત વધુ તપાસ બાદ બાળકીની માતાનો મૃતદેહ પણ આ જ હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો. એક કલાક સુધી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું સામે આવ્યું છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ બાળકીની લાશ કબાટમાં કેમ પડી તે અંગે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીનું નામ ભારતી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવતીનું મોત કોઈ નશાની દવાના ઓવરડોઝ કે ઈન્જેક્શનને કારણે થયું હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે અને મૃતક યુવતી હોસ્પિટલના એક યુવકના સંપર્કમાં હતી. હાલ પોલીસે આ યુવકની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.