ભારતી એરટેલ, ભારતી ઇન્ફ્રાટેલ અને ખાનગી ઇક્વિટી કંપની વર્ડે પાર્ટનર્સ ઇંક સહિત 6 કંપનીઓએ નાદાર કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(આરકોમ) અને તેની સબ્સિડરી રિલાયન્સ ટેલિકોમ(RTL) અને રિલાયન્સ ઇન્ફ્રાટેલની સંપત્તિને ખરીદવા માટે બોલી લગાવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ રેસમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમનો સમાવેશ નથી.
મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીની કંપની જિયોએ બોલી લગાવવા માટે આરકોમના રિજોલ્યુશન પ્રોફેશનલ(RP) પાસેથી 10 દિવસનો સમય માંગ્યો છે. જ્યારે આની ડેડલાઇન 11 નવેમ્બરે સમાપ્ત થઈ છે. મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું કે આરકોમને ઋણ આપનારી બેંકોની સમિતિ(CoC) 13 નવેમ્બરે આ બોલીઓ ખોલશે. નેશનલ કંપની લો ટ્રાઇબ્યૂનલ(NCTL) એ રિઝોલ્યૂશન પ્રોફેશનલ ડેલોયટને આરકોમ અને તેની બે એકમોનું કામકાજ જોવાનું કહ્યું છે અને આ મામલાને 10 જાન્યુઆરી સુધી પર્ણ કરવા નિર્દેશ પણ આપ્યા છે.
રિપોર્ટ પ્રમાણે આરકોમ અને તેની એકમો પર અંદાજે 46 હજાર કરોડનું દેવું છે અને હવે કંપની નાદારી કોર્ટના માધ્યમથી તેની મિલકતો વેચીને રિકવરી કરવાની કોશિશ કરી રહી છે. કંપનીઓની મિલકતોમાં સ્પેક્ટ્રમ, ટાવર, ફાઇબર વગેરે સામેલ છે. આરકોમ પાસે દેશના 22 સર્કિલમાંથી 14માં સ્પેક્ટ્રમ છે. જ્યારે 43 હજાર ટેલિફોન ટાવર છે. ઉપરાંત કંપની પાસે રિયલ એસ્ટેટની મિલકતો પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.