અનિરુદ્ધસિંહના ગઢમાં જયરાજસિંહની ગર્જના, ‘જરૂર પડશો તો હું રીબડામાં રહેવા પણ આવીશ’

ગોંડલના રીબડામાં બે દિવસ પહેલા 2 જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલના બનાવ બાદ ગઈકાલે જયરાજસિંહ જાડેજા દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અનિરુદ્ધસિંહના ગઢમાં જ જયરાજસિંહે શક્તિપ્રદર્શન કરતા સમાજને એક થઈને રહેવા કહ્યું હતું અને આ સાથે જ તેમણે ‘કોઈએ ડરવાનું નથી, હું બેઠો છું એમ પણ કહ્યું હતું.

પાટીદાર યુવક પર હુમલાના બનાવ બાદ રિબડા ખાતે આવેલી હકાભાઈ ખૂંટની વાડીમાં જયરાજસિંહે ગઈકાલે રાત્રે મહાસંમેલન બોલાવ્યું હતું અને જ્યાં તેમણે કહ્યું કે, રીબડા ખાતેના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ અમારો, જે રીતે ગામડાઓમાં પટેલ સમાજ સાથે અન્યાય થાય છે, જમીનાનો પ્રશ્નો આવે છે, અન્ય પ્રશ્નો આવે છે, વાતવાતની અંદર લોકોને મારવા-ધમકાવવા જેવી કિન્નાખોરી રાખે છે, એની વિરુદ્ધમાં મારે આ બધું કરવું પડ્યું છે. આ લોકોની ગામમાં જે રીતની દાદાગીરી છે, હું માનું છું કે નજીકના દિવસોમાં આ પ્રશ્ન હું પૂરો કરીને જ જંપીશ. આ ગામમાં હું કોઈની દાદાગીરી ચલાવવાનો નથી.

જયરાજસિંહે આગળ કહ્યું, મેં સવારમાં ઊઠીને કહ્યું હતું કે, આ લોકોનું પતન, આજની સવારની તારીખ નક્કી થઈ ગઈ. 22 ડિસેમ્બર, એટલે આજનો દિવસ. આપણે રાષ્ટ્રીય પર્વમાં બે તારીખ છે ને 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી, રીબડા માટે 22 ડિસેમ્બર, લખી લેજો બધા. હું મૂકી નહીં દઉં, મેં કોઈ દિવસ કંઈ અધૂરું રાખ્યું નથી. પાછળ પડી જાઉ. આપણે કોઈને દબાવવા ભેગા નથી થયા, કોઈનું પડાવી લેવા ભેગા નથા. કોઈને હાનિ પહોંચાડવા કે હુમલો કરવા ભેગા નથી થયા. આપણા સ્વાભિમાન માટે ભેગા થયા છીએ અને સલામતી રક્ષણ માટે ભેગા થયા છીએ. ભાજપની સરકાર જ્યારથી આવી છે ત્યારથી ગુંડાગીરીની જન માતાજી થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે, તમને કુદરતે જે આપ્યું છે તે શાંતિથી ખાવ અને ગામને ખાવા દયો. તમારે શાંતિથી જીવવું છે? જો તમારે શાંતિથી જીવવું છે તો મારે પણ શાંતિથી જીવવું છે. જરૂર પડશે તો હું આ ગામમાં પણ રહેવા આવીશ, અહીં ઘણા મકાન ખાલી છે અને ગોંડલમાં પગી પણું કરું છું તો મને રિબડાનું પગી પણું પણ કરતા આવડે છે. જયરાજસિંહ હોય, કે પછી xyz કે પછી અનિરુદ્ધ હોય કે તેની ઓલાદ હોય બધા માટે કાયદો એક છે. મારે નિર્ભય રીબડા બનાવવું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.