માસ્કને લઈને મુખ્યમંત્રીએ આપ્યા આવા સંકેત, જાણો શું કહ્યું

હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે અને બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ અને તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.

દેશમાં કર્ણાટકમાં ફરજિયાત માસ્કની સૂચના આપી દેવામાં આવી છે.અને તે ઉપરાંત સંસદમાં પણ સાંસદોએ ફરજિતા માસ્ક પહેરીને આવવું પડશે. પરંતુ હવે ગુજરાતમાં પણ માસ્ક પહેરવો ફરજિયાત થઈ શકે છે. કારણ કે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે આજથી હું પણ માસ્ક પહેરીશ અને લોકોએ પણ મેળાવડાઓમાં જતાં માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. જેટલી સાવચેતી રાખીશું એટલું આપણા બધા માટે સારૂ છે.

ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં અને આ બેઠકમાં આગામી પાંચ વર્ષની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ છે. આ બેઠકમાં હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્થિતિ વધુ વણસે નહીં તે માટેના અટકાયતી પગલાં લેવા માટે પણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને બીજી તરફ દ્વારકા કોરિડોરની પણ ચર્ચા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.