અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કારખાનાના માલિક સહિત ત્રણની હત્યા કરી કારીગરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટનાની જાણ થતા કારખાનાના માલિકના પરિવારજનો હોસ્પિટલ બહાર પહોંચી ગયા છે અને ઝડપી કાર્યવાહીની માંગ કરી છે
મળતી માહિતી મુજબ મૃતકો મૂળ ભાવનગર જિલ્લાના માંડવી ગામના હોવાનું સામે આવ્યું છે
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેકસો નામનું કારખાનું આવેલું છે જેમાં આજે મારામારીની ઘટના સર્જાઈ હતી કારખાનાના માલિક પર કારીગરોએ જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં કારખાના ના માલિક કલ્પેશ તેમના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણે જણાના મોત થયા હતા સમગ્ર ઘટના બાદ ત્રણેયને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
સુરતમાં એક સાથે ત્રણ ત્રણ લોકોને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારાયા છે. હત્યારાઓ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા છે ત્યારે પરિવારજનો હત્યારાઓને ઝડપી પાડવા માંગ કરી રહ્યા છે અને એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી હત્યારા ન પકડાઈ ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી આપી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.